Home > અજ્ઞાત, ગીત > પૂનમની પ્યારી પ્યારી રાત…

પૂનમની પ્યારી પ્યારી રાત…

September 24th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે શરદ પૂનમની રાતડી જી રે અને ચાંદો ઊગ્યો છે આકાશ
અરે પણ સરખે સરખી સાહેલડી અરે વળી રમ્યા એ પૂરી રાત.

હે પૂનમની પ્યારી પ્યારી રાત,
મારી પ્રિતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…

ચમકે છે નભમાં જેટલાં તારા, હો સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ના આજે પ્રભાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું ના જાતી…

જાગી છે પ્રિત મારી જન્મો જનમની, રમશું રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાશે રે મોડું, સાજન છે કોઇનાં સંગમાં
મને કરવા દ્યોને થોડી વાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત,
આજ તું ના જાતી…

Please follow and like us:
Pin Share
Categories: અજ્ઞાત, ગીત Tags:


  1. aasutosh
    August 1st, 2009 at 12:26 | #1

    બહુજ્સરસ અભિનન્દન

  2. December 29th, 2009 at 07:22 | #2

    Nice to see here my one of most favorite Gujarati song

  3. pankaj
    February 3rd, 2011 at 01:18 | #3

    મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ ફિલ્મ રક્ષાબંધન નું ગીત છે. સારિકા એની અદાકારા હતી. આ ગીત મને ખુબજ ગમતું. ત્યારે મારી જુવાની હતી. આજે અડધી સદી પૂરી કાર્ય પછી (કદાચ વીસેક વરસ બાદ ) પણ સાંભળવાનું ગમ્યું. આભાર અને અભિનંદન .
    પંકજ , મોન્ટ્રીયલ.

  4. sachin
    August 6th, 2011 at 11:01 | #4

    dhanyavad!!!
    Great effort to make gujarati songs popoular.

  1. No trackbacks yet.