Home > અજ્ઞાત, ગરબા-રાસ, લોકગીત > પાણી ગ્યા’તા રે…

પાણી ગ્યા’તા રે…

October 10th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પાણી ગ્યા’તા રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણા રે

ચોરે બેઠાં રે બેની તારા સસરાજી
કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારાં નંદવાણા રે
લાંબા તાણીશ રે બેની મારાં ઘુંઘટા રે
રૂમઝુમ કરતી જઈશ કે બેડાં મારાં નંદવાણા રે

શેરીએ બેઠાં રે બેની તારા જેઠજી
કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારાં નંદવાણા રે
લાંબા તાણીશ રે બેની મારાં ઘુંઘટા રે
ધમ ધમ કરતી જઈશ કે બેડાં મારા નંદવાણા રે

ઓટલીએ બેઠાં રે બેની તારા સાસુજી
કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારાં નંદવાણા રે
લાંબા તાણીશ રે બેની મારાં ઘુંઘટા રે
હળવે હળવે જઈશ કે બેડાં મારાં નંદવાણા રે

ઓરડે બેઠાં રે બેની તારા પરણ્યાજી
કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારાં નંદવાણા રે
આઘા રાખીશ રે બેની મારાં ઘુંઘટા રે
મલકી મલકી જઈશ કે બેડાં મારાં નંદવાણા રે

Please follow and like us:
Pin Share
  1. kalpesh
    December 28th, 2007 at 14:54 | #1

    ત્ય્પિકલ ગુજરતિ ગીત મને આ ગીત બહુજ પસન્દ ચે

  2. Jigna
    August 2nd, 2008 at 08:56 | #2

    I enjoyed this song heartily and remember the glimples of village where women are going to take water and enjoying.

  3. Saurabh
    November 8th, 2008 at 12:55 | #3

    Traditional gujarati song representing different relationships with felling and respect. Enjoyed.

  4. Lata Mehta NZ
    September 29th, 2009 at 10:31 | #4

    Thanks.I like this song.બચપન નિ યાદ આવિ ગઇ.નાનપન મા બહુજ ગાતા હતા.

  5. July 23rd, 2012 at 01:03 | #5

    I was looking for this lokgeet since long long time. I am so happy to get it finally. It’s a very very nice cultural song. Thanks for loading it.

  6. hdpamar
    October 2nd, 2013 at 12:33 | #6

    મને આ ગીત ઘણુંજ પસંદ છે . આભાર

  1. No trackbacks yet.