Home > અજ્ઞાત, ગરબા-રાસ, પ્રાર્થના-ભજન > વિશ્ર્વંભરી સ્તુતિ..

વિશ્ર્વંભરી સ્તુતિ..

October 18th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વિશ્ર્વંભરી અખિલ વિશ્ર્વતણી જનેતા,
વિધ્યાધરી વદનમાં વસજો વિધાતા.
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો,
મામ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો…

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનના ઉતાપો…. મામ

આ રંકને ઉતરવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી હાથ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો…. મામ

મા ! કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો…. મામ

હું ક્રોધ કામ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો…. મામ

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા કદી કાંઈ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો…. મામ

રે! રે! ભવાની બહુ ભૂલ થઈ જ મારી,
આ જિંદગી થઈ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો…. મામ

ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડ માં અણુ અણુ મહીં વાસ તારો,
શકિત ન માપ ગણવા અગણિત માપો…. મામ

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડયાંધકાર કરી દૂર સુબુદ્ધિ પાપો…. મામ

શિખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો…. મામ

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિ દિને ભગવતી તુજને ભજુ છું,
સદભકત સેવક તણા પરિતાપ ચાપો…. મામ

અંતર વિશે અધિક ઊર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાની,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
હે માત! ‘કેશવ’ કહે તવ ભકિત આપો…. મામ

Please follow and like us:
Pin Share
  1. October 18th, 2007 at 13:34 | #1

    મારેી પ્રિય સ્તુતેી છે…!..આભાર્..

  2. nikunj
    October 23rd, 2007 at 06:56 | #2

    dear mr. shah,

    could u plz add guju. song’ મા બાપ ને ભુલ્સો નહિ……

  3. October 23rd, 2007 at 09:25 | #3

    નિકુંજભાઈ ‘મા બાપને ભૂલશો નહિ’ ગીત અગાઉ રણકાર પર મુકાઈ ગયું છે. અહિં સાંભળોઃ https://rankaar.com/?p=113

  4. October 26th, 2007 at 14:25 | #4

    આજે સ્પિકર માં વગડ્યુ….મોટા અવાજે અત્યારે સંધ્યા ટાણે…મજા આવી..રૂમ માં ભક્તિ ભાવ આવી ગયો….

  5. Tejal Parekh
    February 16th, 2008 at 13:51 | #5

    ખઊબ ખઊબ આભાર…

  6. nalin
    April 27th, 2008 at 12:32 | #6

    આભાર

  7. parashardwivedi
    August 21st, 2008 at 07:10 | #7

    ONE IS SAILING IN WATERS OF DIVINE PEACE, WHILE LISTENING QUIETLY THIS STUTI.
    PL . GO ON ADD SUCH STUTIES.
    WE HAVE TREASURES .
    ENEFFABLE AND ELEVATING SERVICE YOU HAVE DONE.
    PARASHAR

  8. suresh
    August 29th, 2008 at 19:08 | #8

    Thanks

  9. anil goradia
    September 25th, 2008 at 18:22 | #9

    very very good keep it up

  10. Kalpesh Pandya
    September 30th, 2008 at 10:27 | #10

    Shree Nirajbhai, Apno bhandol khubj mazano che, ane tema jo thoda Narmad na agathya padhya muko to, sathe chando vishe thodu!!! – Abhar

  11. October 14th, 2008 at 23:41 | #11

    NIRABHAI,
    THANK YOU VERY MUCH. MATA BLESS YOU.

  12. બિપીન પટેલ
    April 14th, 2009 at 08:09 | #12

    પુજાના ફુલ નુ ગીત મુક્સૉ

  13. બિપીન પટેલ
    April 14th, 2009 at 08:14 | #13

    આ સાઈટ મને બહુ ગમી…..નીરજભાઇ નો ખુબ ખુબ આભાર……

  14. Vishal
    July 22nd, 2009 at 13:32 | #14

    મારિ પસે જે સ્તુતિ ચ્હે એ અહિ લખેલિ ચ્હે તેન કર્તા લામ્બિ ચ્હે….પ્લિઝ કોઇ આખિ સ્તુતિ આપો ને…થેન્ક યુ ઃ)

  15. KRISHNA KUMAR M BHATIA
    September 27th, 2009 at 03:37 | #15

    I heard Vishwambhari. The written verse is not complete. There are few more lines to be completed in the written vertion. Kindly comple it so that full text can be seen. The Stuti is excellent.

  16. Shreays R Patel
    September 27th, 2009 at 14:46 | #16

    ભદ્રકાલિ માતાજીની આરતી અથવા સ્તુતિ મને બહાર શોધવા છતા મળી નથી,મારી પ્રથમ
    ફ્ર્ર્માઇશ પૂરી થશૅ એવી આશા સહ….શ્રેયસ

  17. December 16th, 2009 at 16:12 | #17

    JAY BAVISHI MATAJI KOTADA BAVISHI PIN 360530 http://www.bavishimatajitemple.com

  18. December 17th, 2009 at 12:58 | #18

    KHUB SHARASH MA NI AARADHNA GAYEL CHE JAY BAVISHI MATAJI
    http://www.bavishimatajitemple.com

  19. December 26th, 2009 at 16:47 | #19
  20. falguni thakkar
    January 17th, 2010 at 14:59 | #20

    nirav bhai….

    maataji ni stuti saambhdi,tamaara sahyog thi.
    mane dattbaavni,vishnu sahstra namavali,hanuman chalisa,ganpati sutra,shri suktam,shiv mahimam stotra sambhadvi che…ama tame madad help kari shako to tamaro khub khub aabhaar rehshe…

  21. Atul Dave
    January 19th, 2010 at 19:10 | #21

    This website is wonderful, I am leave in Toronto-Canada and I enjoy your website very much .Thank you very much developing this website with such a beautiful collection of Gujaratti Geets,Bhajans, Prathanas. Congratulation to all who are involved this initative.

    Once again thank you for keeping Gujarati langauge alive this is great use of technology to keep Gujarati bhasha alive in heart of Gujarati all around the world.

    Congratulation to all.

    Best wishes,
    Atul Dave

  22. sumi patel
    June 9th, 2010 at 21:48 | #22

    આ સ્તુતિ મારી અતિપ્રિય છે.

    ધન્યવાદ,
    સુમિત્રા પટેલ

  1. No trackbacks yet.