Home > અજ્ઞાત, આશા ભોંસલે, ગીત > હું તો ફૂલડાં વીણવા ગઇ’તી…

હું તો ફૂલડાં વીણવા ગઇ’તી…

October 24th, 2007 Leave a comment Go to comments

સ્વર: આશા ભોંસલે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું તો ફૂલડાં વીણવા ગઇ’તી,
ત્યાં મને વિછુંડો ચટક્યો
એવો ચટક્યો એવો ચટક્યો,
કાળજે આવીને ખટક્યો
હું તો ફૂલડાં…

આવ્યા જેઠ-જેઠાણી,
મારી આખ્યુંમાં આવ્યા પાણી
હું ભોળી ભરમાઇ ગઈ ને
ડંખ મારીને વિછુંડો છટક્યો
હું તો ફૂલડાં…

સાસુ-સસરા ને નણંદ નાની,
કોઈએ મારી પીડાની જાણી
વૈદે ઘુંટ્યા ઓસડીયા
પણ વેરી વિછુંડો ન અટક્યો
હું તો ફૂલડાં…

રંગીલો નણદીનો વીરો,
મને જોઈને થયો આધિરો
એને જોતાં ગઈ વિછુંડો ભૂલી ને
જીવ મારો એનામાં ભટક્યો
હું તો ફૂલડાં…

Please follow and like us:
Pin Share
  1. neetakotecha
    October 24th, 2007 at 10:16 | #1

    વાહ મજા આવી ગઈ.

    બચ્ચા ઓ ની પરીક્ષા ચાલુ છે. એટ્લે કાન માં વાયરો લગાડી ને સાંભળતા સીખી ગઈ.

    શોખ પુરો કરવા બધુ સીખવાનુ.

  2. October 26th, 2007 at 05:08 | #2

    Old is Gold

  3. Saloni
    December 9th, 2009 at 06:12 | #3

    Hey, I hv sung this song, when i was about only 12 yrs old… luv this song too much…

  1. No trackbacks yet.