આલ્બમ: આકાશ સવાયા ગુજરાતીનું

સ્વર: આનંદકુમાર સી.



કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ
મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ

હાડ ચામનું પુતળું આ કાયા
એમાં પ્રાણ કેરી ગંગા કોઈ ભરી તો જુઓ
રંગીલા મોરલાના રંગીલા પીછાં
મારા હરિએ જેવા ચિતર્યા કોઈ ચિતરી જુઓ
કે કરી તો જુઓ..

કાળી અમાસની પાછળ પાછળ પૂનમનું અજવાળું
ગંદા કાદવ ને કીચડમાં કમળ ઉગે રૂપાળું
સ્તંભ વીના આકાશ ને કોઈ ધરી તો જુઓ
કે કોઈ કરી તો જુઓ..

સૂરજ ચંદ્ર અનેક વીધી, તારા નક્ષત્રોની હાર
આવે નીયમસર જાય નીયમસર ઋતુઓનો પરીવાર
લય ને પ્રલયનો સમય થઈ કોઈ સરી તો જુઓ
કે કોઈ કરી તો જુઓ…