લવિંગ કેરી લાકડિએ…
લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !
—————————————
ફરમાઈશ કરનાર મિત્ર: અશ્વિનભાઈ
Related posts:









g8
મારી ફર્માઈશ આટલી જલ્દી પૂરી કરવા માટે આપનો ખુબ ખુબ આભાર. Thanx a lot.
gooood !!
nice job……!!
tooooooooo fast !!
bhajan ghanu saras chae,Thanks
Sahshikant
મને ખુશિનો દિવસ અને ખુસિ ના આશુ ચે
મહેરબાન
મને ગિત નો ભાવાર્થ સમજાવસો?
આભાર