Home > ગઝલ, ધનાશ્રી પંડિત, સૈફ પાલનપુરી > ફૂલ કેરા સ્પર્શથી પણ – સૈફ પાલનપુરી

ફૂલ કેરા સ્પર્શથી પણ – સૈફ પાલનપુરી

October 29th, 2007 Leave a comment Go to comments

સ્વર: ધનાશ્રી પંડિત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે

કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણ
હું હસું છું એકલો એ એકલા શરમાય છે

આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે

એક પ્રણાલીકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે

Please follow and like us:
Pin Share
  1. October 29th, 2007 at 13:19 | #1

    ફુલકેરા સ્પર્શથી….

    કેટલા નજીદીક છે આ દૂરના સંબંધ ……….

    વાહ સૈફ,

    બહુ જ સરસ રચના છે.

    કેતન શાહ

  2. dinesh patel,atlanta
    October 29th, 2007 at 14:58 | #2

    ખરેખર, ગઝલ જેવું જીવન ગઝલમાં જ જીવાય છે!

    કેટલા નકાબ પહેરીને આપ્ણે સંબંધોને સાચવીએ છીએ.

    કયારે આ પ્રણાલિકાના મુખવટાને ઊતારીશુ?

    સરસ ગઝલ…

  3. સુરેશ જાની
    October 29th, 2007 at 15:04 | #3

    મને બહુ જ ગમતી ગઝલ. મત્લાનો શેર મારો બહુ જ ગમતો શેર છે.

    ગઝલો સાંભળવી, વાંચવી અને લખવી એ એક વાત છે, પણ ગઝલ જેવું જીવન જીવવું એ સાવ બીજી જ વાત. બાકી બધાં મહોરાં.

  4. October 31st, 2007 at 06:17 | #4

    ખૂબ સુંદર ગઝલ….

  5. October 31st, 2007 at 10:32 | #5

    ફૂલ બનીને જ એમણે એવો સ્પર્શ આપ્યો,
    જાણે કે કંટકે મને જખમ આપ્યો,
    તોય એને સ્વીકાર્યો મે એ રીતે…કે
    એણે કંઇક લખવાનો મને મોકો આપ્યો.

  1. No trackbacks yet.