મેં તજી તારી તમન્ના – મરીઝ
સ્વર: જગજીત સિંહ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
મારી આ મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો
આપ પણ એવું કરો છો કે મને આરામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે
જિંદગીના રસને પીવમા જલ્દી કરો ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
વાહ મરીઝ, fantastic.
શબ્દો મરીઝ ના અને સ્વર જગજીતજીનો, વાહ મજા આવી ગઈ.
આભાર નીરજ
સ્વ
atul purohit na garba sabhalva che 1) tara vina shyam ane 2)jamuna ne kanthe
એક વાર આ ગઝલ બેગમ અખ્તરજી ના સ્વરમાં અચૂક સાંભળજો…