Home > ગીત, સુન્દરમ, હીમાલી વ્યાસ > ઝાંઝર અલકમલકથી આવ્યું રે – સુન્દરમ

ઝાંઝર અલકમલકથી આવ્યું રે – સુન્દરમ

April 23rd, 2010 Leave a comment Go to comments

સ્વરકાર: રસિકલાલ ભોજક
સ્વર: હીમાલી વ્યાસ

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા,
એને મોઢે તે બેઠા મોરલિયા,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એ રાજાએ માંગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માંગ્યું ઝાંઝરણું,
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

ઝાંઝર પહેરી હું પાણીડાં ચાલી,
મારી હરખે છે સરખી સાહેલી,
એને ઝમકારે લોકોની આંખો જલી,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

Related posts:

  1. April 23rd, 2010 at 08:06 | #1

    First time I have entertained such a nice web site. Avo Sundar karyakram manine khubaj anand thayo.
    Jai shree Krishna
    Vinod Trivedi

  2. April 23rd, 2010 at 13:19 | #2

    સુંદર ઝાંઝરણું … ઝમકે ને રણકે રણકારમાં …!!!!!!!!!!!!!

  3. April 23rd, 2010 at 15:53 | #3

    વાહ છમછમ્યું ગીત છે.

  4. April 24th, 2010 at 07:25 | #4

    સુંદર!!!

  5. Nina
    April 25th, 2010 at 06:56 | #5

    Great song! Kavi Sundaram ni khubaj sundar rachana!

  6. sudhir patel
    April 29th, 2010 at 02:40 | #6

    અદભૂત સ્વરાંકન અને સ્વર!
    સુધીર પટેલ.

  7. jyotindra joshi
    May 3rd, 2010 at 15:16 | #7

    i like this site most. i like guj.poems,prayers. this is service to mothertongue

  1. No trackbacks yet.