ઊંચે ઊંચે જવામાં – પંચમ શુક્લ
આજે આપણા પ્રિય કવિ પંચમભાઈ શુક્લનો જન્મદિવસ છે. રણકાર અને સૌ વાચકો તરફથી પંચમભાઈને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ. માણીએ એમની એક ગઝલ એમનાં જ અવાજમાં.
મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.
ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
સ્પર્શ સંવેદનાય કયાંય ઊંચે જશે!
પુષ્પની મ્હેક કિંવા સર્પના દંશથી,
રકતનો ચાપ એક-માન ઊંચે જશે.
માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
આપણાં યુગ્મનોય ન્યાસ ઊંચે જશે.
ખેર! એ પળ તણીય રાહ પણ ઈષ્ટ છે,
રાહ સંદિગ્ધ છે તો સાહ ઊંચે જશે!
——————————————-
માન: માપ
સાહ: શરાફ, સાધુ પુરુષ, મદદ
No related posts.









કમાલનું કાવ્ય!
પંચમભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ.
શ્રી પંચમભાઈ,
આપને જન્મદિવસની ખરા હ્યદય થી ખૂબ શુભેચ્છાઓ.
શતાયુ ભવઃ
માર્કંડ દવે.
`પંચમ ભાઈ, જન્મદિનની ખુબ ખુબ વધાઈ ..!
પંચમભાઈને જન્મ-દિવસ પર ફરી વધાઈ!
ગઝલની ખૂબ સુંદર રજૂઆત!
સુધીર પટેલ.
શ્રી પંચમભાઈને જન્મદિન નિમિત્તે અઢળક શુભેચ્છાઓ સાથે,તન મન અને ધન-બધીરીતે ઈશ્વરકૃપા પ્રાપ્ત થતી રહે એવી અભ્યર્થના.
સુંદર ગઝલ… કવિશ્રીના કંઠે સાંભળવી ગમી…
મઠારા પછી… છેલ્લા શેરની બીજી પંકતિમાં ‘સાહ’ ને બદલે ‘ચાહ’ કર્યું છે.
હવે ‘રાહ સંદિગ્ધ છે તો ચાહ ઊંચે જશે’ એમ વાંચવા વિનંતી.