Home > ગીત, મહેશ શાહ, મુકેશ > કોકવાર આવતા ને જાતા – મહેશ શાહ

કોકવાર આવતા ને જાતા – મહેશ શાહ

April 26th, 2010 Leave a comment Go to comments

સ્વર: મુકેશ

કોકવાર આવતા ને જાતા
મળો છો એમ
મળતા રહો તો ઘણું સારું,
હોઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું.

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
કે ઉછળે છે સાગરના નીર,
મારુંયે ઉર હવે ઉછાળવા ચાહે
એવું બન્યું છે આજ તો અધીર.
સાગરને તીર તમે આવો ને
ચાંદ શા ખીલી રહો તો ઘણું સારું.

મ્હોરી છે કુંજ કુંજ વાસંતી વાયરે,
કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે અનંતમાં
ખીલે ઉઠે આ બાગ મારો.
શાને સતાવો મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારું.

Related posts:

  1. Gandhi M.D.
    April 26th, 2010 at 22:13 | #1

    ઘણું સરસ ગીત છે.

  2. April 27th, 2010 at 04:55 | #2

    Nice one… evergreen!!

  3. May 25th, 2010 at 01:38 | #3

    how can I read the gujarati text to english text

  4. June 10th, 2010 at 02:18 | #4

    મૂકેશ ના ગીત માટે રંકારનો બહુ જ આભાર…

  1. No trackbacks yet.