Archive

Posts Tagged ‘mahesh shah’

કોકવાર આવતા ને જાતા – મહેશ શાહ

April 26th, 2010 8 comments
સ્વર:મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


કોકવાર આવતા ને જાતા
મળો છો એમ
મળતા રહો તો ઘણું સારું,
હોઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું.

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
કે ઉછળે છે સાગરના નીર,
મારુંયે ઉર હવે ઉછાળવા ચાહે
એવું બન્યું છે આજ તો અધીર.
સાગરને તીર તમે આવો ને
ચાંદ શા ખીલી રહો તો ઘણું સારું.

મ્હોરી છે કુંજ કુંજ વાસંતી વાયરે,
કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે અનંતમાં
ખીલે ઉઠે આ બાગ મારો.
શાને સતાવો મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારું.

taintedsong.com taintedsong.com taintedsong.com

એકવાર શ્યામ તારી – મહેશ શાહ

January 11th, 2010 3 comments
આલ્બમ:ગુલમહોર
સ્વરકાર:પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર:હંસા દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળિયું ગામ તું ડુબાડી દે,
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
ભર તું બપ્પોર મારી આંખો લઈ
ગોકુળિયું ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ
ગોકુળની ગાયોની ખરીઓ ખરડાવે.

એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળિયું ગામ તું ડુબાડી દે,
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય
તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો
વાંસળી વગાડવાનો આખર તો પાળજે.

એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળિયું ગામ તું ડુબાડી દે,
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

taintedsong.com taintedsong.com taintedsong.com