એકવાર શ્યામ તારી – મહેશ શાહ

January 11th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:ગુલમહોર
સ્વરકાર:પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર:હંસા દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળિયું ગામ તું ડુબાડી દે,
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
ભર તું બપ્પોર મારી આંખો લઈ
ગોકુળિયું ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ
ગોકુળની ગાયોની ખરીઓ ખરડાવે.

એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળિયું ગામ તું ડુબાડી દે,
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય
તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો
વાંસળી વગાડવાનો આખર તો પાળજે.

એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળિયું ગામ તું ડુબાડી દે,
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

Please follow and like us:
Pin Share
  1. sonal
    January 11th, 2010 at 19:29 | #1

    Hello

    kanha ne manavo koi mathurama javo odhavji kanha ne manavo..

    If you find this song can you put on the site..

    Thanks

  2. Gandhi.M.D., U.S.A.
    January 18th, 2010 at 15:07 | #2

    સરસ મજાનું ગીત છે અને હંસાબેને ગાયું પણ છે બહુ સરસ મીઠ્ઠું.

  3. Sanjay
    October 24th, 2012 at 07:59 | #3

    સરસ શબ્દો છે અને હંસા બેને ખુબજ મીઠું ગયું છે દિલ બાગ બાગ થઇ ગયું . હંસા બેન ના સ્વર માં બીજા કોઈ ગીત હોય તો એ પણ અપલોડ કરજો આભાર ….

  1. No trackbacks yet.