મને મારગે મળ્યા’તા શ્યામ – હરિન્દ્ર દવે
સ્વરાંકન: રસિકલાલ ભોજક
સ્વર: હીમાલી વ્યાસ
મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એને માથાનું મોરપિચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢળ્યા’તા શ્યામ, કોણ માનશે?
Related posts:









હરીન્દ્ર દવે એટલે જીવંત કવિતા. એમના શબ્દોમાંથી અમી વર્ષા થાય. એમની કવિતાઓ ગેય હોય અને રાગ આપોઆપ સ્ફૂરે. શબ્દો હૃદય સોંસરવા ઊતરે અને મનને તરબતર કરી મૂકે. એમનું ગધ્ય પણ પધ્યની કક્ષામાં મૂકી શકાય. હરીન્દ્ર એટલે ગુજરાતી સાહિત્યના બાગના આંબાવાડિયામાં પંચમ સ્વરે કૂજતી કોકિલા.
હરીન્દ્ર દવે રચિત આ કાવ્ય હૃદય સ્પર્શી છે. ગોપીઓની શ્યામ મિલનની ગીત ગુન્થનની શબ્દરચના અદભૂત છે . કનુભાઈ શાહ
ગીતને નિખારે એવું ગાયન. શાસ્ત્રીય સંગીતની તાલીમ પામેલાની ગાયકીની અલગ જ મઝા છે.
હરીન્દ્ર દવેના શબ્દો એટલે હરિના શબ્દો,
કૃષ્ણની વાંસળીના સુર.