Home > ગઝલ, પુરષોત્તમ ઉપાધ્યાય, રાજેન્દ્ર શુક્લ > કીડી સમી ક્ષણોની – રાજેન્દ્ર શુકલ

કીડી સમી ક્ષણોની – રાજેન્દ્ર શુકલ

સ્વરાંકન / સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લાગણી, લગાવ, લહેરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વત ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કરી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવું એ નથી તો જળહળ પડાવ શું છે?
———————————————-
સાભાર: પંચમ શુક્લ

Related posts:

  1. June 1st, 2010 at 14:02 | #1

    વાહ.. વાહ… વાહ… દિલ બાગ બાગ થઈ ગયું…

    એકી બેઠકે પાંચ-છ વાર સાંભળી નાંખી આ ગઝલ…

  2. vipul acharya
    June 2nd, 2010 at 06:03 | #2

    બહુજ સરસ કામ થયું છે,આવી જ રચનાઓ આપતા રહે એવી શૂભેછા.

  3. sudhir patel
    June 3rd, 2010 at 03:12 | #3

    માતબર ગઝલની સુંદર ગાયકી!
    સુધીર પટેલ.

  4. Maheshchandra Naik
    June 3rd, 2010 at 19:20 | #4

    શ્રી સુરોત્તમ પુરુષોત્તમના સ્વરમાં, સરસ સંગીત અને સરસ શબ્દો બેનમુન……
    આપનો આભાર …………….

  5. June 5th, 2010 at 09:23 | #5

    વાહ… સૂર અને શબ્દોનો સુભગ સમન્વય … !

  6. Naishadh Pandya
    June 6th, 2010 at 09:02 | #6

    બહુજ સુંદર ગઝલ, મજા આવી ગઈ. જેટલી સુંદર ગઝલ એટલીજ સુંદર ગવાઈ છે

  1. No trackbacks yet.