Home > અન્ય, ગીત, યામિની વ્યાસ, શૌનક પંડ્યા, શૌનક પંડ્યા > તું મને એટલી બધી – યામિની ગૌરાંગ વ્યાસ

તું મને એટલી બધી – યામિની ગૌરાંગ વ્યાસ

આલ્બમ:અન્ય
સ્વરકાર:શૌનક પંડ્યા
સ્વર:શૌનક પંડ્યા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે.

પ્રેમનો દરિયો ઉછળે એવો જોજન જોજન પૂર
હોય પાસ તું, બ્રહ્મ બ્રહ્માંડો લાગતા મને દૂર
સાવ રે ખાલી મન તારાથી ઉભરે છે ભરપુર
સાવ રે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે.
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે..

પાસ પાસે હોય સૌ અવાજો ટહુકા તારા શોધું
બારણે નહીં થાય ટકોરા, પગલાં તારા શોધું
હોય ભલે ને નીંદર મારી શમણા તારા શોધું
હોય ભલે ને સાવ નિરવતા દિલની વ્યથા શમે
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે..

  1. sudhir patel
    July 2nd, 2010 at 02:51 | #1

    યામીનીબેનનું ખૂબ સુંદર ગીત અને મસ્ત સ્વરાંકન અને સ્વર!
    માણવાની મજા પડી.
    સુધીર પટેલ.

  2. July 2nd, 2010 at 13:35 | #2

    સુંદર રચના અને ગાયકી…

    કવિ તથા સંગીતકાર-ગાયક બંનેને અભિનંદન !

  3. Rishit Jhaveri
    July 4th, 2010 at 07:50 | #3

    ખુબ જ સુંદર સ્વરાંકન અને ગાયકી, ઘણા દિવસ પછી શૌનક અંકલ ની રચના સાંભળી આનંદ થયો

  1. No trackbacks yet.