Home > ગીત, ચતુર્ભુજ દોશી, પરાગી પરમાર > ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું – ચતુર્ભુજ દોશી

ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું – ચતુર્ભુજ દોશી

સ્વરાંકન: અવિનાશ વ્યાસ
સ્વર: પરાગી પરમાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું,
હે હું તો નીસરી ભરબજારે જી..
હે લાજી રે મારું મારો સાહ્યબો ખોવાણો
કોને કહું આવી વાત્ય જી..
ઘૂંઘટે ઢાંક્યું રે..

ટોડલે ટોડલે મેં તો તોરણો બાંધ્યા,
મારી મેઢિયું ઝાકઝમાળ જી..
હે જોબન ઝરુખે રૂડી ઝાલાર્યું વાગે
ઝાંઝર ઘૂંઘર માળ જી..
ઘૂંઘટે ઢાંક્યું રે..

રાત ઢળી ને ઘેરા ઘડિયાળા વાગ્યા
અને પ્રાગડના ફૂટ્યાં દ્વાર જી..
હે તોય ના આવ્યો મારો સાયબો સલૂણો
જાગી આઠે રે પ્હોર જી..
ઘૂંઘટે ઢાંક્યું રે..

  • Share/Bookmark

No related posts.

  1. p u r n i m a
    July 24th, 2010 at 12:40 | #1

    વાહ વાહ , મજા આવી ગઈ ,આ સુંદર ગીત સાંભળી ને …આભાર નીરજ ભાઈ તમારો …..

  1. No trackbacks yet.
 

Copy Protected by Chetan's WP-CopyProtect.