Home > ગીત, ભગવતીકુમાર શર્મા, રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ > અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

January 8th, 2008 Leave a comment Go to comments

સ્વર: રાસભાઈ, વિભાબેન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છલબલ આપણાં ફળિયાં,
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાડૂબ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળું ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

Please follow and like us:
Pin Share
  1. Vipul
    January 8th, 2008 at 11:05 | #1

    અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે,
    ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

    Nice Very nice

    ચાર અક્ષરના ……….,
    …………….ગળાડૂબ ઝળઝળિયાં!

    Overall very nice……..

  2. Malay
    January 8th, 2008 at 17:16 | #2

    ખુબ જ સ

  3. Mahesh Dhulekar
    January 10th, 2008 at 03:43 | #3

    Dear Nirajbhai

    I was sarching this song. Thanks very much

  4. January 10th, 2008 at 05:44 | #4

    ખોટ પડી અડધા અક્ષરની, પુરી કરજો તમે

    બહુ જ સરસ લખ્યુ છે.

    ગીત સામ્ભળવાની પણ મજા આવી ગઇ.

  5. July 19th, 2008 at 07:41 | #5

    ભાઈ નીરજ શાહ,

    અદ્ ભુત !

    આ સાંભળતો જાઉં છું ને લખું છું… છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતી ભાષા–સંગીતક્ષેત્રે ગુજરાતીઓએ આ ટચુકડા સ્ક્રીન પર જે પ્રગતી કરી છે તે જો કોઈ જુએ ને, તો ‘ગુજરાતી મરી રહી છે’ એવી ગોઝારી ચીસો પાડવાની તેઓ ખો ભુલી જાય !

    અમારા હાર્દીક અભીનંદન તમને અને તમારી મંડળીને, આ સુઝ–સમજ–કદરદાની અને ગુજરાતી ભાષા અને ગુજરાતી સંગીત માટે થઈને ઉઠાવેલા આ સઘળા પ્રેમ–શ્રમ બદલ.. ચાલો, આપણે સૌ ગુજરાતીના આ વારસાને દીલથી ચાહીએ..

    ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

  6. Halak
    July 31st, 2008 at 17:46 | #6

    This is called a real expertise song!! None can sing better than them!! Lovely!!

  7. shyam
    August 3rd, 2008 at 16:02 | #7

    સરસ રચના માટે ખુબ ખુબ આભાર… અને રણકાર નો પણ ખુબ ખુબ આભાર..

  8. shyam
    August 3rd, 2008 at 16:04 | #8

    સરસ રચના માટે ખુબ ખુબ આભાર…
    રણકાર ને પણ ખુબ ખુબ આભાર…..

  9. Bhavna Sampat
    August 14th, 2008 at 12:46 | #9

    Hello Nirajbhai,
    I m from mumbai.Lovely site.Its a very nice song,but why i can not play/listen the song? I press play, it shows connecting but doesnot play…
    Please let me know how can i listen the songs from your site.Some of them i can listen but not all songs…

    Thanks alot.

    Bhavna.

  10. Mahendra
    October 18th, 2008 at 16:37 | #10

    રણકાર ને અભિનન્દન

  11. Hemant Joshi
    August 5th, 2009 at 17:09 | #11

    ખુબ જ સરસ – આ વેબ સાઇટ લોન્ચ કરનાર ને મારા જેવા ગુજરાતી સુગમ સગીત ના રસિકો ની ભુખ ભાઁગવા નુ કામ કર્યુ તે સારુ છે.

    હેમન્ત જોષી – નડીયાદ

  12. bhakti
    March 22nd, 2010 at 09:45 | #12

    amazing lyrics

  13. April 8th, 2010 at 03:12 | #13

    really sweet melodious songs i find on this web site.

  14. jashwant patel
    April 8th, 2010 at 06:00 | #14

    સરસ ગીતો માની સકાય છે આ વેબસાઈત પર . ખરેખર ગુજરાતી નો વૈભવ માનવો હોય તો રણકાર ને કેવી રીતે દૂર રાખી સકાય?

  15. April 10th, 2010 at 02:41 | #15

    નીરજભાઈ રણકાર છે ગરવી ગુજરાત નું ગૌરવ .
    અંતર ના અભિનંદન આપના આ સાહિત્યિક પ્રયત્નને . મેં મારા ઘણા મિત્રોને રણકાર મય બનાવીદીધા છે . આ સર્જન મન ને પ્રફ્ફુલિત કરે છે

  16. Keval Pandya
    August 3rd, 2013 at 14:48 | #16

    હેલ્લો, મને આ ગીત ખુબ જ ગમ્યું. પરંતુ મારે આ ગીત Download કેમ કરવું? જો શક્ય હોય તો મને મારા ઈમેલ પર મોકલજો. આભાર.

  17. Akshar chauhan
    August 3rd, 2017 at 18:15 | #17

    ખુબજ સુંદર ગીત..રણકાર ને ખૂબ ખૂબ આભાર….સુંદર મજાના ગુજરાતી ગીત સંગીત આપવા બદલે

  1. August 25th, 2009 at 07:13 | #1