ફિલ્મ: રેતીનાં રતન

સ્વર: આરતી મુખર્જી, પ્રફુલ્લ દવે

હે એવા આરતીને ટાણે રે વે’લા આવજો,
હે આવજો આવજો અજમલનાં કુંવર રે..
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લા આવજો..

હે એવા માતા મીનળ તે કાગળ મોકલે,
હે સગુણાબેની જુએ તમારી વાટ રે..
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લા આવજો..

હે એવા પિતા અજમલજી કાગળ મોકલે,
હે વિરમદેવજી જુએ તમારી વાટ રે..
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લા આવજો..

હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે,
હે દાણીબાઈ જુએ ઝાઝેરી વાટ રે..
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લા આવજો..