તમે આકૃતિ હું પડછાયો..
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
તમે આકૃતિ હું પડછાયો
તેજ મહીંથી છું સર્જાયો.
તમે વિહરનારા અજવાળે
હું એથી બડભાગી,
ભમું ભલે આગળ પાછળ
પણ રહું ચરણને રે લાગી.
શિતળ જળ કે તપ્ત રણે જઈ
તમે ઉભા ત્યાં હું પથરાયો..
તમે આકૃતિ હું પડછાયો..
આંખ સગી ના જોઈ શકે જે
એવી અકળિત કાયા,
આ ધરતી પર સર્જન રૂપે
હું જ તમારી છાયા.
પ્રશ્ન મૂંજવતો આદિથી જે
આજ મુને સાચે સમજાયો..
તમે આકૃતિ હું પડછાયો..
No related posts.









વાહ વાહ પુરુષોત્તમભાઈ, શબ્દે શબ્દમાં તમારો કંઠ માણ્યે બહુ જ મજા આવી. તમને સામે બેસી સાંભળ્યે તો ઘણાં વર્ષો થઇ ગયાં, છતા આ પ્રમાણે તમને સાંભળવા મળ્યે રૂબરૂ જોયાનો આનંદ આવી જાય છે.
HI
GM,
NICE SONG . LIKE IT
ગૂડ સોંગ દામિની.
વાહ મેમ તમારા અવાજ