કો’ક આવી દઈ ગયું – વિનય ઘાસવાલા
સ્વર: મનહર ઉધાસ
કો’ક આવી દઈ ગયું તારી ખબર વરસો પછી
થઈ ગયું રોશન ફરી, દિલનું નગર વરસો પછી
દિલમાં પોઢેલી તમન્નાઓ ફરી જાગી ઉઠી
સ્મિત જોયું આજ મેં હોઠો ઉપર વરસો પછી
લોક કહે છે કે દુઆઓમાં અસર તો હોય છે
પણ મેં જોઈ એ દુઆઓની અસર વરસો પછી
મારી ગઝલો આજ તારી, આંખ છલકાવી ગઈ
ચાલ આખર થઈ તને, મારી કદર વરસો પછી
Related posts:









સ્મિત જોયુ આજ મેઁ હોઠો ઉપર વરસો પછી
બહુ જ સરસ ગજ
Hi Niraj Bhai
Any more gazal/geet from Vinay Ghaswala – kavi no koe parichay?
This was first time I heard of him and his gazal.
Regards
kirit
ખુબજ સરસ !મજ આવી ગઈ. કેમ કે આ ગજલ બિલકુલ મરી જિન્દગી ને લાગુ પરતી .