Home > ગઝલ, મન્ના ડે, મરીઝ > રહેશે આ મને મારી – મરીઝ

રહેશે આ મને મારી – મરીઝ

January 22nd, 2008 Leave a comment Go to comments

આલ્બમ: ગઝલ અને ગીતો – ગુજરાતી ક્લાસીક્સ્
સ્વર: મન્ના ડે

રહેશે આ મને મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે સજા યાદ.
—————————————-
આખી ગઝલ વાંચો: લયસ્તરો

Related posts:

  1. સુરેશ જાની
    January 22nd, 2008 at 15:08 | #1

    મને બહુ જ ગમતી ગઝલ. ત્રીજો શેર તો મારો બહુ જ માનીતો શેર્ છે .
    તેમની જીવનઝાંખી વાંચો.
    http://sureshbjani.wordpress.com/2006/06/19/mariz/

  2. January 22nd, 2008 at 21:36 | #2

    દર્દ સાથે કાયમનો પનારો હોય એ દરેક “મરીઝ”ને
    આ “મરીઝ “ની ગઝલનો એક એક શબ્દ પોતાની આપવીતી જેવો જ લાગે એવી ચોટદાર ગઝલ.
    .-આભાર ‘રણકાર’

  3. January 23rd, 2008 at 05:01 | #3

    જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

    મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

    Nice one

  4. jainesh
    July 11th, 2009 at 08:58 | #4

    મરીઝ નું લેખન….મન્ના ડે નો સ્વર…ઉત્તમ રચના..આભાર નીરજભાઇ….

  1. No trackbacks yet.