Home > અમર ભટ્ટ, અમર ભટ્ટ, ગીત, રાજેન્દ્ર શાહ, શબ્દનો સ્વરાભિષેક > પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં – રાજેન્દ્ર શાહ

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં – રાજેન્દ્ર શાહ

આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં:
કોણ ને એ મ્હોતી,
ને નેણભરી જોતી?
કે ચાંદલો બંધાણો પાણીના પાશમાં,
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

તમરાંએ ગાન મહીં
વાયરાને કાન કહી
વંન વંન વાત વહી,
‘ઢૂંઢતી એ કોને રે આટલા ઉજાશમાં ?’
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

અંકમાં મયંક છે,
ન તો ય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શી બ્હાવરી બનેલ અભિલાષાના હુતાશમાં!
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

Please follow and like us:
Pin Share
  1. chandraknt prmar
    February 13th, 2013 at 10:10 | #1

    બહુજ સર સ

  1. No trackbacks yet.