આવો રે.. આવો રે..
આલ્બમ: પાંદડું લીલું ને રંગ રાતો
સ્વર: કમલેશ અવસ્થી, ઉષા મંગેશકર
આવો રે.. આવો રે..
ઓ ચિત્તડું ચોરી જાનારા,
મને મોતનાં વાગે ભણકારા..
આવો રે.. આવો રે..
મને યાદ છે વચનો સૌ તારાં,
ઓ દિલડું લૂંટી લેનારા..
આવો રે.. આવો રે..
એક રાત તણી મુલાકાત મહીં,
શા કીધાં હતાં તમે વાયદા..
એક ઝુરવું ને મરવું બીજું,
છે પ્રિતડી કેરાં કાયદા..
ભવ ભવ હું ને તું બળનારા..
આવો રે.. આવો રે..
સારસ પંખીની જોડી કદી,
જગમાં ના રે જુદી પડે..
જુદી પડે તો માથું પટકી,
બીજું ત્યાં તરફડી મરે..
હવે ઘડીયું ગણે નૈનો મારાં..
આવો રે.. આવો રે..
No related posts.









યાર નિરજ સરસ સોન્ગ ચે.
વાહ્! વાહ્! શું કર્ણપ્રિય અવાજ છે.
મઝા આવી ગઇ ભાઇ!
ઓરીજનલ ગીત તો ખેમરો લોડણ માં મુકેશના અવાજમાં ગવાયેલ ગીત છે પરંતુ તે સમયના સંગીત અને રેકોર્ડીગ અને આજનું આ ગીત કમલેશ અવસ્થી અને ઉષા મંગેશકરના સ્વરમાં ગવાયેલ ગીત સાંભળવાની તો ખુબજ મઝા આવી ગઇ. મુકેશજીના સ્વરને પણ ભુલાવી દીધો.
તમારો ખુબ ખુબ આભાર.