આલ્બમ: અણમોલ
સ્વર: મનહર ઉધાસ
હાં રે અમે ફૂલ નહિ રંગના ફુવારા
સુગંધના ઉતારા,
કે વાયરે ઝૂલી પડ્યા..
હાં રે અમે હરણુંના પગની ઉતાવળ,
સુગંધની પાછળ
કે રાનમાં ઝૂરી મર્યા..
હાં રે મીરાં તે બાઈના ગાયાં,
પવનમાં વાયાં;
કે ફૂંકમાં ખરતાં ગયા..
હાં રે અમે ટહુકામાં તરફડતી કોયલ,
કબીરની ચોયલ;
કે ગીતને આંબે બોલે..
હાં રે અમે પડછાયા ફોરમના જોયા,
કે ધોધમાર રોયા;
કે ચડતા લાંબે ઝોલે..
હાં રે અમે ઉડતી પતંગના ઝોલા
ને હાથમાં દોરા;
કે આભમાં ગોથે ચડ્યા..
હાં રે અમે શાયરના કંઠથી છૂટ્યા,
કે લયમાં તૂટ્યા;
કે ગીતની અધુરી કડી..
હાં રે અમે છાકટા છકેલ કોઈ છોરા,
દેખાઈ એ ઓરા;
કે વાતમાં દૂરી પડી..