Home > અણમોલ, ગઝલ, મનહર ઉધાસ, શોભિત દેસાઈ > શબ્દોથી મન મોકળું – શોભિત દેસાઈ

શબ્દોથી મન મોકળું – શોભિત દેસાઈ

આલ્બમ:અણમોલ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


શબ્દોથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે

છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ
કાળસ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે

તું નહીં આવી શકે તારા અહમને છોડીને
મારો ખાલીપો તને વરતાય ત્યારે આવજે

Please follow and like us:
Pin Share
  1. chandralekha rao
    July 25th, 2011 at 06:53 | #1

    તુ નહી જ આવે તારા અહમને છોડીને
    મારો કાલિપો વરતય ત્યારે આવજે……હ્રુદયસ્પર્શી.રચના..

  1. No trackbacks yet.