Home > ઇંદુલાલ ગાંધી, ગીત, લોકગીતો > આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી.

આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી.

April 13th, 2007 Leave a comment Go to comments

મા-બાપ ફિલ્મના આ ગીતના એક એક શબ્દો મનડું હલાવી જાય છે…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે; પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા; મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો; આવ્યો ભીખ માગવા વારો.

Please follow and like us:
Pin Share
  1. December 23rd, 2009 at 18:35 | #1

    માને કેમ ભુલાય ?

  2. MANISH SONDAGAR
    January 4th, 2010 at 18:56 | #2

    really good to listen and sing.
    so understandable.

  3. Kanti Prajapati
    January 13th, 2010 at 17:15 | #3

    મા…………………………આ શબ્દ જ બહુ મોટો ચ્હે ………
    મુખે બોલુ મા ત્યાં તો મને સાચણ બાળપ્ણ સાંભરે, પચિ મોટપ ની મઝા અળગી લાગે ઇ કાગડા…….

  4. દેસાઇ
    September 24th, 2011 at 05:27 | #4

    આંધળી માંનો કાગળ પ્લે થતો નથી. તો બીજા ફોરમેટમાં મોકલશોજી.

    દેસાઇ.

  5. DEVANG
    September 16th, 2012 at 06:08 | #5

    નોબેલ વિજેતા ગીત છે. દરેક ગુજરાતી એ સાંભળવું જોઈએ અને બીજા ને બતાવવું જોઈએ . ઇન્દુલાલ ગાંધી ને હદય ના તાર ઝંઝાલાવવા માટે અભિનંદન આપું છું. ઈન્દુલાલા ગાંધી નું અદ્દ્રેસ મોકલ્સો . હેમંત ચૌહાણ ગુજરાત નું હીર છે અભિનંદન

  6. January 22nd, 2013 at 04:54 | #6

    એકે એક
    ભારતીય ભારતમાતાને આંધલીમાં સમજીને દીકરાની જેમ ફરજ બજાવે તોઅને તોજ માંભારતી તેના બળ
    બાળા સહીત સુખી થયા

  7. January 22nd, 2013 at 05:01 | #7

    Each and every Bharatiya Bharatmatane AANDHLIMA espect and become devotee may behappy Bharatmat with her children

  8. April 6th, 2013 at 13:38 | #8

    After long time heard this mata no patra sabhliyo man khush thai gayu.
    Keep it up
    Regards

  9. August 15th, 2013 at 20:30 | #9

    માબાપ એ ફરીથી ન મળે તો અહી બહાર ના દેશ માં રેહતા આજ ના નવા જનરેશન ને કેહવા નું કે જે તમારી પાસે છે તો તે ની કિંમત કરતા શીખો એક વાર ગયા પછી કોઈ પણ દિવસ પાછા આવવાના નથી આધળી માં નો પત્ર સાંભળી ને દિલ ને ઘણુંજ દુખ થાય .
    નવીન ડી આમ્રીવાલા

  10. NAVIN SHAH
    October 21st, 2013 at 17:43 | #10

    આધ્રીમાનો કાગળ અમને પચાસ વર્ષ પહેલા સ્ચૂલ માં સંભાળવા મળતો .અત્યારે ટીવી યુગ માં ગગાવો વધી ગયા છે અને આંધળી માતાઓ વધી ગઈછે.ગગો જવાબ તો નથી આપતો પરંતુ વૃદ્ધા આશ્રમ ને જરૂર લખેછે .
    વાહ યાગ્નિક સાહેબ ભાખ્યું તો નહતું કે આ સમાજ આજે છે તેવો કાલે……..પણ રહેછે .શરીર ના રુવાડા ઉભા કરી નાખ્યા…

  11. Dr Vijay
    December 2nd, 2013 at 15:52 | #11

    મારે મોઢેથી બોલું હું માં અને મને હાચેજ નાનપણ સાંભરે પછી મલકની બધી મઝા મને કડવી લાગે કાગડા
    મને કડવી લાગે કાગડા

  12. Jashbhai Patel
    January 15th, 2018 at 10:43 | #12

    આંધરી માને દીકરાનો જવાબ મળે તો ઘણું સારું

  13. dixita
    April 28th, 2018 at 20:54 | #13

    નો comment

Comment pages
1 2 23
  1. No trackbacks yet.