આવ સજનવા – દિલીપ રાવળ
સ્વરકાર:રિશીત ઝવેરી
સ્વર:હીમાલી વ્યાસ
સ્વર:હીમાલી વ્યાસ
[audio src="http://rankaar.com/audio/Other/Aav Sajanva - Dilip Raval.mp3"]
મને તરબોળ થવું,
હવે ભીની ભીની રાતો લઈને, આવ સજનવા
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધું ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા,
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
આવ આપણા સંબંધોને નામ આપશું થોડા,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડા,
તોડ્યો જે ના તૂટે એવો એક નાતો લઈને, આવ સજનવા,
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.
Related posts:









ખૂબ સરસ ખૂબ જ આનંદ થયો
તું વરસાદી વાતો લઈને આવ સજનવા
સુંદર શબ્દો
પ્રેમીને આવવાનું સુંદર ગીત…
ઘણા વખતે આટલું તાજું ગીત મળ્યું..હિમાલી સરસ ગાય છે ,એટલુજ સુંદર સ્વરાંકન પણ .લાગે રહો.
very nice wordings
ખુબ જ સરસ
ભીના થઇ જવાય એવા શબ્દો અને એવું સંગીત
Thanks everyone for the encouragement………
હિમાંલીબેન બહુ સરસ ગાય છે ફરી ફરી સાંભળવાનું મન થાય એવા ગીતના શબ્દો ——-
Heartiest compliments to: Shri Rishit Zaveri for excellent composition,Hemali Vyas for superb singing and the orchestra for very effective and meaningful music….
vihar D. majmudar – vadodara