જે હતું ધાર્યું – બેદાર લાજપુરી

આલ્બમ: અણમોલ

સ્વર: મનહર ઉધાસ



જે હતું ધાર્યું કદી તે કામ કઈ આવ્યું નહીં,
એ હતાં સામે છતાં મારાથી બોલાયું નહીં.

વૈદ્ય સૌ લાચાર થઈ, નિરાશ થઈ પાછા ગયા,
દર્દ મારા દિલ તણું તેઓથી પરખાયું નહીં.

કોણ જાણે એ હતી કેવી વિરહની રાત કે,
આંખમાં આંસુ હતાં પણ સ્હેજ રોવાયું નહીં.

કોણ ‘બેદાર’ સંભાળે ને કોણ આપે દાદ,
જે બધા શ્રોતાને ગમતું તે તમે ગયું નહીં.