અમથું જરાક – અનિલ જોશી
આલ્બમ: ગીત ગુલાબી
સ્વર: સંજય ઓઝા
અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?
એમાં શું પડી ગઈ ધાડ,
તમારી નજર જો પડી જાય ઘાસમાં,
તો તરણું પણ બની જાય પહાડ.
અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દિધાં સંભારણાના પરદા ઉંચકાય નહીં,
આંખોમાં થાક હજી એટલા..
અરીસાનાં ફૂટવાથી ચહેરો ફૂટે નહીં,
ખોટાં છે કાચનાં કમાડ.. તમારી નજર જો..
અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા,
પડતર જમીનનાં વેરાણ,
તમે આવળનાં ફૂલ સમું એવું જોતાં કે,
સૂકી ડાળખીને ફૂટી જાય પાન..
છણકાની છાલકથી જાશે તણાઈ,
તમે બાંધેલી ઉંબરાની વાડ.. તમારી નજર જો..
Related posts:









પહેલી વાર જ સાંભળ્યું. પુ.ઉપા.એ ગાયેલું આવું જ ગીત યાદ આવી ગયું. શબ્દો યાદ નથી આવતા.
આ સંજયનું નવું આલ્બમ લાગે છે.
I log on to rankar.I do not seem to get any sound and music. My computer is working perfectly. Kindly advise so that I could listen to the sound.