Home > કાવ્યપઠન, રાજેન્દ્ર શુક્લ > કેડી – રાજેન્દ્ર શુક્લ

કેડી – રાજેન્દ્ર શુક્લ


Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પઠન: રાજેન્દ્ર શુક્લ

ઘેનની પ્યાલી પાય છે કેડી
ક્યાંક મને લઈ જાય છે કેડી

આભમાં હું તો ઉડતો જાણે
વાયરા ભેળી વાય છે કેડી

ફૂલમાં એની ફૂટતી ફોરમ
એકલી એકલી ગાય છે કેડી

જાત્રા જે રહી જાય અધૂરી
એજ પછી થઈ જાય છે કેડી

શોધતાં આખી જિંદગી લાગે
આંખમાં જો અટવાય છે કેડી

કોક ત્રિભેટે થઈશું ભેળાં
લો હવે ફંટાય છે કેડી.

Please follow and like us:
Pin Share
  1. ashalata
    May 14th, 2012 at 10:00 | #1

    મારું જ હાસ્ય મારું જ રુદન
    બનેમાં ભીજાય છે કેડી
    સરનામું શોધતા શોધતા
    રણકાર માં મળી જાય છે કેડી ——–

  2. vipul acharya
    May 15th, 2012 at 04:53 | #2

    વાહ બાપુ.

  3. Maheshchandra Naik
    May 16th, 2012 at 23:42 | #3

    કોક ત્રિભેટે થઈશું ભેળાં
    લો હવે ફંટાય છે કેડી ……….
    કેટલું મોટું આશ્વાશન મળે છે !!!!!!!!!

  1. No trackbacks yet.