Home > અનુરાધા પૌંડવાલ, કૈલાસ પંડિત, ગઝલ, મનહર ઉધાસ > ભૂલી જવાનો હું જ – કૈલાસ પંડિત

ભૂલી જવાનો હું જ – કૈલાસ પંડિત

February 21st, 2008 Leave a comment Go to comments

આલ્બમ: આભુષણ
સ્વર: મનહર ઉધાસ, અનુરાધા પૌંડવાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.

ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને.

થાકી ગયો તો ખૂબ, ના ચાલી શકત જરા,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

Please follow and like us:
Pin Share
  1. February 21st, 2008 at 11:51 | #1

    ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણુ
    મંજુર છે સૌ આપની આજ્ઞા મને

    સરસ ગઝલ છે.

  2. સુરેશ જાની
    February 21st, 2008 at 12:44 | #2

    મારા બહુ જ પ્રીય કવી અને મને બહુ જ ગમતું ગીત. કેલાસ પંડીત વીશે માહીતી મેળવી આપશો? તેમની પધરામણી ‘સારસ્વત પરીચય ‘ ઉપર બાકી છે.

  3. February 23rd, 2008 at 14:24 | #3

    સાંભળ્યા પછી એમ થાય છે કે ફરી ફરી સાંભળતા રહીએ.

  1. No trackbacks yet.