Home > દિપાલી સોમૈયા, માધવ રામાનુજ, લગ્નગીત > માળામાં ફરક્યું વેરાન! – માધવ રામાનુજ

માળામાં ફરક્યું વેરાન! – માધવ રામાનુજ

February 20th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: હસ્તાક્ષર
સ્વર: દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!

ખોળો વાળીને હજુ રમતાં’તાં કાલ અહીં,
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર,
ફેર હજી એ ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું,
જોબનનું થનગનતું ગાન!
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને,
ભૂલી જવાના વેણ માગ્યાં!
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું,
ચોરી ગયું રે કોઈ ભાન!
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!

Please follow and like us:
Pin Share
  1. February 20th, 2008 at 19:44 | #1

    દીપાલી ના સ્વર માં આ ગીતના શબ્દોની સંવેદનાઓ બખૂબી નીતરે છે..!

  2. February 21st, 2008 at 07:00 | #2

    આઁગળીએ વળગેલા સઁભાર્યા બાળપણા
    પોઢેલા હાલરડા જાગ્યા

    બહુ જ સરસ રચના.

  3. February 22nd, 2008 at 05:39 | #3

    માધવ રામાનુજના ખૂબ જ સંવેદનાસભર શબ્દો ….!!
    અને દિપાલીનો અદ્.ભૂત અવાજ……!!

  4. February 23rd, 2008 at 14:33 | #4

    ખુબ જ ભાવભીનું ગીત છે અને દિપાલીનાં સ્વરમાં નીખરી ઉઠ્યું છે.

  5. harshad joshi
    July 17th, 2008 at 18:30 | #5

    hello. Madhav ramanuj ni kavita ghana divas pachi vanchi ane sabhali, ghani j maja aavi thank u or , and regard madhav ramanuj

  6. September 27th, 2008 at 18:42 | #6

    શ્રિ નિરજ્ભાઇ,

    ખુબ ખુબ આભાર્,આવિ સુન્દર સાઇટ આપિને સૌને ધન્ય કરિ દિધા છે.

    સન્ગીત પ્રેમિઓ માટે સ્વર્ગ ખડુ કયુ છે.

    કૌશિક પટેલ્

  7. bhavesha
    July 24th, 2009 at 09:49 | #7

    would also like to hear bholi re bharvadan hari ne vechva chali – if u have with u

  8. manvant Patel
    September 1st, 2009 at 00:19 | #8

    દિપાલીબહેનના કઁઠમાઁ કોયલનો માળો છે !
    આભાર !

  9. sonal shah
    December 6th, 2009 at 16:19 | #9

    bahuj sundar geet che thanks for giving such wonderful songs

  10. chandralekha
    January 7th, 2011 at 07:52 | #10

    ગીત સાંભળતાં જ હું તો પહોંચી જવાયું દાદા ના આંગણાં માં!!!!!!!.

  11. અક્ષય
    November 5th, 2016 at 14:52 | #11

    ખૂબ સુંદર રચના અને એટલોજ સુંદર અવાજ ..egar to have this song in my mobile…

  1. No trackbacks yet.