Home > ગઝલ, મનહર ઉધાસ, મરીઝ > પ્રેમમાં ખેંચાણ છે – મરીઝ

પ્રેમમાં ખેંચાણ છે – મરીઝ

February 18th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: આવકાર
સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.

કૈંક ખામી આપણા આ પ્રેમનાં બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.

હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.

થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી,
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને.

હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને.

આ સતત અવગણના એની મહેરબાની છે, ‘મરીઝ’,
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.

Please follow and like us:
Pin Share
  1. February 18th, 2008 at 12:01 | #1

    થાય ટિકા આપની એ પણ મને ગમતુ નથી
    હો પ્રશસા આપની તો થાય છે ઇર્ષા મને

    બહુ જ સરસ રચના છે.

  2. February 18th, 2008 at 12:04 | #2

    એક્દમ સરસ રચના…!!

  3. Ankit Panchal
    February 24th, 2008 at 15:00 | #3

    તમારી રચના મને ખુબ જ ગમી.

  1. No trackbacks yet.