અમસ્તી મારી મહેનત પર – અઝીઝ કાદરી
સ્વર: મનહર ઉધાસ
“કિસ્મતને હથેલીમાં હંમેશા રાખો,
ચહેરાની ઉપર ન એની રેખા રાખો;
દેવાને દિલાસો કોઈ હિંમત ના કરે,
દુ:ખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.”
અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,
કહું છું ક્યાં કદી હું કોઈને મારી કદર કરજો.
તમે અશ્રુ બહાવી દુ:ખમાં ના આંખોને તર કરજો,
મરદની જેમ જીવન જીવતાં રહેજો, સબર કરજો.
તમે કંટાળશો ના ઠોકરોથી માર્ગની સહેજે,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો.
સુખે તો જીવવા દીધો નહીં, લોકો મરણ વેળા,
મને માટીમાં મેળવવા હવે ભેગું નગર કરજો.
કરે ફરીયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
‘અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે આજે ખબર કરજો.
Related posts:









વાહ જનાબ…………………….
ખુબ સરસ …
વાહ વાહ ખુબજ સરસ ગઝલ ,,,,,,,
અમ્સ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,કહુ છુ કયા કદી હુ કોઈને મારી કદર કરજો કદર દીલ માજ હોય અને જણા વાની ના હોય
શાયરી નું નામ આવતાં ઉર્દુ શબ્દો જ હોય તેમ લાગે છે જ્યારે ગુજરાતી ભાષામાં આવી સારી ગઝલ સાંભળવા મળે તો ગુજરાતી સાહિત્ય પ્રત્યે અઢળક માન થાય છે.
અઝીઝ કાદરી ની ગઝલ અને મનહર ઉધાસ જેવા ગુજરાતી ગઝલ નાં બાદશાહ ની આવાઝ માં સાંભળી ખરા શબ્દોમાં મઝા આવી તેમ કહેવાય
ખુબજ સરસ આ ગઝલ મજા આવી ગઈ