Home > ઉદિત નારાયણ, ગીત, સુરેશ દલાલ > પ્રેમ અમારે કરવો – સુરેશ દલાલ

પ્રેમ અમારે કરવો – સુરેશ દલાલ

April 14th, 2008 Leave a comment Go to comments

સ્વર: ઉદિત નારાયણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.

તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું,
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી.

સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે.
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી.

Please follow and like us:
Pin Share
  1. April 14th, 2008 at 11:27 | #1

    સુંદર શબ્દોથી મઢેલુ ગીત.

  2. April 14th, 2008 at 11:58 | #2

    આ જ તો છે પ્રેમ ની સાબિતી..!

  3. kirit
    April 14th, 2008 at 12:51 | #3

    Fantastic imagination and expression of true love
    Sureshbhai can only do this.

    Thanks Niraj once again to give us the best of the best

  4. pragnaju
    April 14th, 2008 at 14:58 | #4

    સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,
    પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે.
    તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી
    સુરેશ દલાલની રચના અને સ્વર-ઉદિત નારાયણ
    વાહ

  5. April 14th, 2008 at 18:46 | #5

    કમાલ કરી છે ઉદિત નારાયણે….
    સરસ…..

  6. April 14th, 2008 at 22:12 | #6

    આફરીન, આ ગીત પર અને આ ગીત ના રચેતા પર

  7. April 15th, 2008 at 09:06 | #7

    ભઇલા મજા પડી ગઇ હોં

  8. SANJAY DAVE
    August 24th, 2008 at 19:50 | #8

    Poem written by Ishudan Gadhvi and sung by Bhikhudan Gadhvi. Poem on Radha requested Krishna about Vansali.

  9. October 12th, 2008 at 15:13 | #9

    Beautifully sung by Udit Narayan. Have fallen in love it.

  10. DIPAK SHAH
    December 29th, 2008 at 19:10 | #10

    સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,
    પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે.
    તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી.

    આફરિન

  11. Jignesh Padhiyar
    December 11th, 2010 at 17:08 | #11

    મસ્ત ગીત છે, બહુ મજા પડી ગઈ…

  12. Nilam
    April 22nd, 2014 at 08:18 | #12

    સરસ ગીત અને ઉદિતજી એ ગાયું છે સરસ…

  1. November 17th, 2008 at 05:58 | #1