અમે રાખમાંથીયે – હર્ષ બ્રહ્મભટ્ટ
સ્વર: આશિત-હેમા દેસાઈ
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના,
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ના લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના!
Related posts:









બહુ જ જુસ્સાવાળી રચના.
સરસ રચના…
ખુબજ સરસ રચના
સુઁદર પ્રેરણાદાયી રચના…….!!
સુઁદર સ્વરબદ્ધ અને સ્વર………..
જો ર દા ર ગ ઝ લ.
દરેક પંક્તિમાં ખુમારીની વાતો.
ફીનીક્ષ(Phoenix) એર પોર્ટ આવ્યું અને આ પંક્તીઓ ગુંજી ઉઠી હતી!
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના,
આશિત-હેમાનું આ ગીત હતાશાની સ્થિતીમાં તો રોજ સાંભળવું
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોય જીવી જવાના,
ચલો હાથ સોપો,ડરો ના લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના,
ખુબજ સુંદર ગઝલ,શબ્દે શબ્દે જોશ છે.
હુ સુરેખ શહ ફ્રોમ દુબઇ .મને તમારિ ગજલ સાભલ્વિ ઘને ગમે ચ્હે તમે ગજલ નિ હુ ઇન્ત્જર કર્તિ રહિશ્
હ નયન પડ્યા ખુબ ગમિ
હ નયન પડ્યા ખુબ ગમિ From USA
વસુધૈવ કુતુમ્બકમ ની ભાવના નો જુસ્સો વધારી દીધો.
GREAT INSPIRATIONAL CREATION.GREAT WORDING.