Home > અજ્ઞાત, અશ્વૈર્યા મજમુદાર, કૃષ્ણગીત, પ્રાર્થના-ભજન > મારા વા’લાને વઢીને કે’જો જી…

મારા વા’લાને વઢીને કે’જો જી…

April 16th, 2008 Leave a comment Go to comments

સ્વર: ઐશ્વર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..

મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

Please follow and like us:
Pin Share
  1. April 12th, 2010 at 09:23 | #1

    Nicely rendered;however this was originally sung by someone else; rendered extremely beautifully; could someone lend a link to the original ?

  2. April 12th, 2010 at 09:26 | #2

    I have also been searching on the net “vagada vachche talaawadi ne talaawadi ne teer uigyo vanchampa no chhod” sung by Mekeshji (if my memories serves me well).
    Can someone help ?

  3. Navnit Pithadia
    June 22nd, 2010 at 07:48 | #3

    પ્રવીણભાઈ,

    મને યાદ છે કે આ ગીત મેં ઈસ્માઈલ વાલેરના સ્વરમાં સાંભળેલું છે . જો ક્યીનથી મળી જાય તો માનવા જેવું ગીત છે. ખુબજ સરસ ભાવવાહી સ્વરમાં ગયેલું છે.

  4. June 27th, 2010 at 07:03 | #4

    Hello. Great job. I did not expect this on a Wednesday. This is a great story. Thanks!

  5. naresh
    July 6th, 2010 at 06:41 | #5

    GOOD SINGER BY AS MJMUDAR

  6. Pranav Upadhyay
    March 30th, 2011 at 02:01 | #6

    The Real Song Sung By Ismail Valera Which Is Really Melodious song,Seond I Heard By Lataji And Fianally Aishwarya Given Her Melidious Voice. For This Bhajan- Ismail Valera You Can Try Following Link: http://www.hummaa.com/music/song/Odhavji%20Mara%20Valane%20Vadhine%20Kejo/125600#

Comment pages
1 2 262
  1. No trackbacks yet.