આ નથી કંઈ તારું કામ – હિતેન આનંદપરા

આલ્બમ: ગઝલ Trio

સ્વરકાર: આલાપ દેસાઈ

સ્વર: આલાપ દેસાઈ



આ નથી કંઈ તારું કામ રેહવા દે
પ્રેમનાં ગામે મુકામ રેહવા દે

તું ઉમળકાને બધે વેડફ નહી
એક જણ માટે તમામ રહેવા દે

ગોકુળની માટી ને ખુલાસા દેવાના
આ શોભતું નથી રે શ્યામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે
પણ આ રીતે દંડવત પ્રણામ રહેવા દે