સ્વરકાર: હેમુ ગઢવી
સ્વર: હેમુ ગઢવી
જેને દીઠે નેણલાં ઠરે
બાયું ! અમને એડા એડા સંત મળે.
ઉદરમાંથી એક બુંદ પડે ને,
ભગત નામ ધરે,
નરક છોડાવીને ન્યારા રે’વે,
અમર લોકને વરે… બાયું..
કાયાવાડીનો એક ભમરલો
સદાય તારી ઓથ ધરે;
આ રે સંસારમાં સંત સુહાગી
બેઠા બેઠા ભજન કરે.. બાયું..
લખમાના સ્વામીને સમરતાં
સ્વાતિનાં બિંદુ ઠરે,
બાયું અમને એડા એડા સંત મળે.