Home > કૌમુદી મુનશી, ગરબા-રાસ, દયારામ, રાજુલ મહેતા > પાઓ પ્રેમરસ પ્રાણજીવન – દયારામ

પાઓ પ્રેમરસ પ્રાણજીવન – દયારામ

સ્વરકાર:કૌમુદી મુનશી
સ્વર:રાજુલ મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પાઓ પ્રેમરસ પ્રાણજીવન દીન થઈ યાચું રે
મુક્તિમાર્ગીને આપજો જ્ઞાન હું તો નવ રાચું રે

રીઝે રાબડી થકી ગરીબલોક ભોગીને નવ ભાવે રે
અમો રાજનાં ખાસાં ખવાસ મુક્તિ મન ના’વે રે

નિત્ય નીરખીએ નટવરરૂપ હોંશ મનમાંથી રે
મનમાન્યું મળે સહુ સુખ એકતામાં ક્યાંથી રે

દિવ્ય રૂપ છો સદા સાકાર આનંદના રાશિ રે
બોલે અનુચિત માયિક મુગ્ધ નરકના વાસી રે

દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ જીવ બ્રહ્મ લેખે રે
છતે સ્વામીએ સુહાગનું સુખ સ્વપ્ને ન દેખે રે

આપ સ્વામી સદા હું દાસ નાતો એ નિભાવો રે
રુચે આપને પડો એવી ટેવ અન્ય રખે પાડો રે

વિના લાલચનું લાલ વ્હાલ આટલુંક આપો રે
વિષયવાસના પ્રપંચની પ્રીત કૃષ્ણ મારી કાપો રે

અનન્ય સેવા અખંડ સતસંગ મનોહર માંગું રે
દયા પ્રીતમજી આપો મુને એહ પાયે લળી લાગું રે

  1. Anila Patel
    March 12th, 2014 at 22:11 | #1

    દયારામના તત્ત્વજ્ઞાનને સમજવા તેમની ગરબીઓપૂરતી છે. અને તે ઘણીજ છે.ગાતામજ સમજાઈ જાય.

  2. vikramsinh
    September 22nd, 2014 at 10:49 | #2

    તમારી વેબ મને બોવાજ ગમે છે પણ તેમાં ડાઉન લોડ ની સુવિધા ઉપલબ્ધ કરવો તો વધુ સારું

  1. No trackbacks yet.