સગપણ સાંભર્યું – માધવ રામાનુજ
સ્વર: કવિતા કૃષ્ણમુર્તિ
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;
મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું.
ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ, સગપણ સાંભર્યું.
ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ; સગપણ સાંભર્યું.
Related posts:









કવીતા કૃષ્ણમુર્તીને ઘણા સમય પછી સાભળ્યા
માધવ રામાનુજનાં સુંદર શબ્દો અને સ્વર કવિતા કૃષ્ણમુર્તિનો
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;
મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું.
આ ફ રી ન
કવિતાના અવાજમાં માધવની કવિતા……. અદ્.ભૂત !!
સ્વરકાર ? મરાઠી મ્હેક આવે છે.
સગપન નિ સ્વર રચ્ ના ગૌરાન્ગ વ્યાસ્.
નિરજભાઇ:
છેલ્લિ કદિ અને કવિતાબેન્નઓ સુન્દેર અવાજ.
ખુબ આભાર.
ઁઅનુ