Home > ગીત, પાર્થિવ ગોહિલ, સુરેશ દલાલ > પુછતી નહીં કેટલો પાગલ – સુરેશ દલાલ

પુછતી નહીં કેટલો પાગલ – સુરેશ દલાલ

સ્વર: પાર્થિવ ગોહિલ
સ્વરાંકન: રૂપકુમાર રાઠોડ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પુછતી નહીં કેટલો પાગલ, કેટલો પાગલ,
આભમાં જોને જેટલા વાદળ એટલો પાગલ.

ઝાડનું નાનું ગામ વસાવ્યું ને,
ફૂલને તારું નામ દીધું છે.
ભમરા તને ગૂંજ્યા કરે,
ગૂંજવાનું મેં કામ લીધું છે.

જળને તારું નામ દઈ ઢંઢોળી લેતો,
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.

નદી તારા નામની વહે,
એ જ નદીનું જળ પીધું છે.

આપણા પ્રેમની સુખની દુ:ખની વાત કરું છું,
શબ્દો આગળ એટલો પાગલ.

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    May 22nd, 2008 at 15:08 | #1

    સરસ મજાનો લય … પહેલી જ વાર સાંભળ્યું. આભાર

  2. Ketan Shah
    May 23rd, 2008 at 12:16 | #2

    sooooooo romantic

  3. pragnaju
    May 29th, 2008 at 22:43 | #3

    સુરેશ દલાલનાં પાગલ કરે તેવા શબ્દો
    નદી તારા નામની વહે,
    એ જ નદીનું જળ પીધું છે.

    આપણા પ્રેમની સુખની દુ:ખની વાત કરું છું,
    શબ્દો આગળ એટલો પાગલ.

    પાર્થિવને રુબરુ સાંભળતા હોઈએ તેવું મઝાનું રેકોર્ડીંગ…..

  4. nikki
    November 21st, 2008 at 07:25 | #4

    please where is the play button i didnt seen

  5. Neena Gandhi
    November 21st, 2008 at 14:34 | #5

    નીરજ,

    આ ગીત ફરીથી ગુંજતુ કરવા વિનંતિ છે.

    આભાર

    નીના ગાંધી

  6. keyur
    January 23rd, 2009 at 12:21 | #6

    aa song hu play nathi kari sakto…
    kaik prob aave che….
    su aa geet ne farithi vagtu kari sako cho…?

  7. ugam
    February 26th, 2009 at 17:43 | #7

    I want this song, BUT where is the PLAY button ?

  8. kumar soneji
    April 14th, 2009 at 09:40 | #8

    i can’t lisent this sonl plz uplode this song again

  9. Jagruti Mehta
    July 28th, 2009 at 19:58 | #9

    I want to listen to this song but thre is no play button.

  1. No trackbacks yet.