મનને મીઠા બોલથી – શૂન્ય પાલનપુરી
સ્વર: મનહર ઉધાસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મનને મીઠા બોલથી બહેલાવનારા આપ છો,
ઝેર પાઈને અમી સર્જાવનારા આપ છો.
લાખ ભવ કુરબાન કરશું એટલા વિશ્વાસ પર,
એક તો પળ છે કે જેમાં આવનારા આપ છો.
છે પળોની વાત પણ એને યુગો દહોરાવશે,
પાસ બેસીને અગર બિરદાવનારા આપ છો.
કાશ કોઈ ‘શૂન્ય’ને પણ પૂછતે એનો ભરમ,
સૌ કહે છે સૃષ્ટિઓ સર્જાવનારા આપ છો.
સુંદર ગઝલ-સુંદર ગાયકી
શૂન્ય’ ની મસ્તી ન્યારી છે.
તે તો પીડાને જ રામબાણ ઈલાજ માને છે.
આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો?
I like your site very much. the Gazals and songs for which i was eagar to listen which now i found to listen through your site.
Thanks and keep it up
Bye
great gazal by shunyabhai.and manharbhai`s silky voice is like cherry on a cack. thanks .
its too great………