રાત ગઝલની – તુષાર શુક્લ
સ્વર: દીપ્તિ દેસાઈ
ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની,
માંડી હતી વરસાદમાં તેં વાત ગઝલની.
તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,
લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.
ચહેરેથી હટાવી હતી તેં ઝુલ્ફ રેશમી,
આમ જ થતી હશે ને શરૂઆત ગઝલની.
કંપી ઉઠેલા હોઠ હથેલી ઉપર મૂક્યા,
આથી સરસ હોય શું રજૂઆત ગઝલની.
દીવો થઈને ઝળહળ્યાં તારી ગઝલનાં શેર,
આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની.
Related posts:









તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,
લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.
બહુ જ સુંદર ગઝલ
Amazing – atli sundar rachna ane bhav – prem nu sampurna geet che aa
સુંદર પ્યારભરી વર્ષા વરસાવતી ગઝલ!
સરસ રચના … આમ જ સારી અને ઉત્તમ કૃતિઓ રજુ કરતા રહો એવી શુભકામના..!
ખુબ જ સુંદર રચના.
દીપ્તિના સ્વરમા સુંદર ગાયકી…
કવિ તુષાર શુક્લ અગે
“we r in USA, have performed at NJ. w’ll perform in scarboro, torento, CANADA on 22nd june. we r here for three months. rightnow we r in cleveland, ohio. w’ll be visiting florida in last week of june, u can contact us on cell no. 440-465-0905
સરસ…………………………………..ગમી તે ગઝલ.
સુઁદર ગઝલ…….
તુષારભાઇના શબ્દો હોય -
પછી કહેવું જ પડે
આમ જ થતી હશે શરુઆત ગઝલની ને
આથી સરસ શુઁ હોય રજૂઆત ગઝલની…… !!
જીંદગી ભર ભુલેગી નહી વો બરસાત કી રાત ક્લાસીક ગીતની યાદ અપાવતી ગઝલ
sarsa
khusb saru gaav cho gamyu mast majani a gajal mann ne taro taja kari nakhe se super maja vi ….
એક વખત સાંભળ્યા પછી ફરી સાંભળ્યા કરવા નું મન થાય એવી સરસ મજા ની ગઝલ …..thank you niraj bhai
very good n mast gajal mitho aavz jane ek alag ja anubhuti karave se thnks u n god blessu niraj bhai..