Home > ગઝલ, શ્યામલ મુન્શી, હર્ષ બ્રહ્મભટ્ટ > શબ્દમાંથી અર્થ છૂટા થાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વર: શ્યામલ મુનશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

ચીર હરપળ કેટલા ખેંચાય છે,
કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.

  1. pragnaju
    June 23rd, 2008 at 14:44 | #1

    હર્ષની સુંદર ગઝલ- શ્યામલના સ્વરમાં મધુર ગાયકી
    કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
    રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.
    આંખ મારી એક એવો કોયડો,
    જામ ખાલી છે છતાં છલકાય છે.
    વાહ્

  1. No trackbacks yet.