Home > ગીત, તુષાર શુક્લ, રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ > ના તને ખબર પડી, ના મને ખબર પડી – તુષાર શુક્લ

ના તને ખબર પડી, ના મને ખબર પડી – તુષાર શુક્લ

સંગીત/સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુનશી
સ્વર: સાધના સરગમ, રૂપકુમાર રાઠોડ

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કંઈ નહીં બે આંખ બસ લડી,
ને તું પ્રેમમાં પડ્યો ને હું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતાં હતાં જે જુદાં જુદાં,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયુંના રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં,
બેસી શકે તો બેસ અડોઅડ અડી અડી;
મારા વિના ઉદાસ છું એ જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઈ ગડી.
————————————
ફરમાઈશ કરનાર મિત્ર: ઈશા

Related posts:

  1. pragnaju
    July 2nd, 2008 at 14:12 | #1

    મારા વિના ઉદાસ છું એ જાણું છું પ્રિયે
    મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
    મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
    તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઈ ગડી.
    : તુષાર શુક્લનું સરસ ગીત મધુરી ગાયકીમા માણ્યું

  2. July 3rd, 2008 at 04:11 | #2

    ઘનઉ સરસ,ઘનુ ગમ્યુ.
    મને ગુજરાતઇ મા હજુ ફાવતુ નથિ.
    અભાર.

  3. Jigisha Mehta
    July 15th, 2008 at 23:54 | #3

    Beautiful song & music.
    Enjoyed so…………….much.

  4. July 21st, 2008 at 06:18 | #4

    મઝા પડી ગઈ

  5. Naina Vyas
    August 19th, 2008 at 17:00 | #5

    અતિશય સુન્દર મધુરુ ગીત

  6. પીંકી પુરોહિત [ખજિત]
    January 1st, 2009 at 12:07 | #6

    તુષાર શુક્લ ની રચના ખરેખર અદભૂત છે.અને શ્યામલ-સોમિલ નું સુંદર સ્વરાંકન અને રાઠોડ સાહેબ અન સાધના સરગમજીનો સુમધુર કંઠ. ખૂબ જ સરસ કર્ણપ્રિય ગીત……

  7. Amrut Nishar
    January 2nd, 2009 at 12:54 | #7

    I LIKE THIS GAZZAL.

  8. NIRAV SHAH
    April 21st, 2009 at 06:02 | #8

    V R USING THIS POEM IN OUR DRAMA IN AHEMEDABAD I REALY LOVE IT>>>>>>

  9. Dinesh
    July 17th, 2009 at 06:14 | #9

    Very nice. Thanks.

    Please help me find ” Paranya ne pacchis varsh thaya have shu thai ….

  10. Kantilal Sharma
    August 15th, 2009 at 14:55 | #10

    It is just translation of : Na tumne signal dekha na maine signal dekha, accident ho gaya

    Kantilal Sharma.

  11. August 19th, 2009 at 08:02 | #11

    બસ આમજ એ મારા પ્રેમમા પડી……..

    મને આ ગીત ખુબજ ગમ્યુ….

  12. arpit
    August 6th, 2011 at 13:50 | #12

    સારી કવિતા છે.

  1. No trackbacks yet.