Home > કવિતા કૃષ્ણમૂર્તિ, ગીત, રમણભાઈ પટેલ > વાદળી વરસીને ચાલી ગઈ – રમણભાઈ પટેલ

વાદળી વરસીને ચાલી ગઈ – રમણભાઈ પટેલ

સ્વર: કવિતા કૃષ્ણમૂર્તિ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાદળી વરસીને ચાલી ગઈ;
ધરતીના હૈયા ધબકાવતી ગઈ;
વાદળી વરસીને ચાલી ગઈ.

કુદરતમાં લીલાંછમ રંગો રલાવતી;
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ!
વાદળી વરસીને ચાલી ગઈ.

પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;
કણકણ પ્રગટાવતી ગઈ.
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;
એ તો પળમાં અણજાણ બની ગઈ!
વાદળી વરસીને ચાલી ગઈ.

  1. July 11th, 2008 at 15:38 | #1

    ખૂબ જ સુઁદર ગીત ……
    મોસમના મિજાજને બરકરાર રાખે એવુઁ ….

  2. pragnaju
    July 11th, 2008 at 22:18 | #2

    કવિતાની હૈયાને ભીંજવતી મધુરી ગાયકી

  3. July 21st, 2008 at 06:47 | #3

    બહુ સરસ છે અને સુમધુર અવાજ સાથે મઝા આવી ગઈ.

  4. Ghanshyambhai Patel
    July 22nd, 2008 at 20:07 | #4

    I think it’s wonderful idia to publish and many gujarati people will benefit from it.
    God bless the songs doners.

  5. Ghanshyambhai Patel
    July 22nd, 2008 at 20:09 | #5

    I think it’s wonderful idia to publish so that many gujarati people will benefit from it.
    God bless the songs and bhajans doners.

  6. August 15th, 2008 at 12:39 | #6

    સરસ ગીત અને ગાયકિ.

  7. Prakash Majmudar
    July 19th, 2009 at 12:14 | #7

    આજે હ એક ગુજરાતી ગીત વરસાદ વિશે શોધતો હતો, ત્યા આ ગીત જોયુ અને ખુબ આનન્દ થયો.

  1. No trackbacks yet.