Home > ગઝલ, મનહર ઉધાસ, મરીઝ > નથી એ વાત – મરીઝ

નથી એ વાત – મરીઝ

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સૌંદર્યની દુનિયામાં છે સંયમનો રીવાજ,
સ્વભાવનાં બંધનનો નથી કોઈ ઈલાજ,
સમજી લે કે મોઘમ છે ઈશારા એનાં,
ફૂલોમાંથી ક્યાં આવે છે હસવાનો અવાજ.

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું તમને હું તો એમાં તમારું હિત નથી.

થયો ન હારનો અફસોસ, કિન્તુ દુ:ખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

Please follow and like us:
Pin Share
  1. kirit shah
    July 14th, 2008 at 09:33 | #1

    બહુજ સર સ નિરજ ભાઇ

  2. pragnaju
    July 14th, 2008 at 14:21 | #2

    અબ્બાસ અબ્દુલઅલી વાસી.ની ગઝલનો ઉત્કૃષ્ટ
    અંદાજે-બયાં આપણને ગઝલનાં મરીઝ બનાવે!

    બધાજ માહક શેરોમાં શિરમોર
    ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
    તમે પસંદ કરી છે એ સારી રીત નથી.
    મનહર ઉધાસનો સ્વર મધુરો છે પણ તેમની હલકમાં તેમણે જ પઢેલીની મઝા તો કાંઈક ઔર!……..

  3. July 14th, 2008 at 15:47 | #3

    cool
    I need to learn how to put this note in gujarati.
    Deepest benefit of internet I experianced toay.
    Dipak Shah

  4. Naren Thaker
    July 15th, 2008 at 05:51 | #4

    I love to hear all the poem you have on web and many of them I have purchased also, at office I keep my speaker on for all the eight hours.

    Good work done by you for the prachar of Gujrati .

    I have request to you if you have good article to read in Gujarati please do keep it on the web and keep me informed.

    It should be something about life or practilcal experience not some made story.
    I do not know how to type in Gujrati ,please let me know.

    Thanks with warm regards
    Naren Thaker

  5. July 15th, 2008 at 07:41 | #5

    ખૂબ જ ગણતરીપૂર્વક જીવન જીવાય
    જાય છે અને છતાઁ મન તો ઉદ્વિગ્ન જ …
    બધી વાતમાં હિસાબ હિસાબ-
    જીવન ગણિત નથી ….

  6. sujata
    July 15th, 2008 at 08:19 | #6

    simply superb…………..!

  7. July 15th, 2008 at 17:13 | #7

    બહુ જ સરસ.
    મન ને ઘનુ સારુ લાગ્યુ.
    શબ્દો સરસ છે.અનએ MUSIC અને સ્વર તો એનાથી પણ સરસ bahu saru lagyu,
    abhar.

  8. nilam doshi
    July 16th, 2008 at 23:57 | #8

    અહી અમારા જીવનમા ગણિત નથી..

    સરસ..

    વહેવારના હિસાબ કિતાબના માનવીઓ દરેક વાતને નફા તોટા અન એતર્કના ત્રાજવે તોલ્યા કરશે.

    આપણે તો સન્વેદનના માનવીઓ…

  9. Sushil Vishrani
    July 30th, 2008 at 14:51 | #9

    ખુબજ સરસ વેબ સઈટ ચે. આ ગુજરાતી ફૉન્ટ મને જઈએ તો ક્યાં થી મળે

  10. Lulua D’Souza
    August 5th, 2008 at 11:26 | #10

    Simply Ovewhelmed! I am Mareez’ daughter, Lulua and wish to thank you for your wonderful website.

  11. rajendra swaminarayan
    August 5th, 2008 at 14:25 | #11

    દિવસ સારો જાય જો આ વગાદિયે તો – ગુજરાતિ ખરેખર સુન્દર ચ્હે

  12. August 15th, 2008 at 12:37 | #12

    આફરીન આ ગઝલ પર મરીઝ નિ એક એક ગઝલ ખુબજ સુન્દર હોય છે.

  1. No trackbacks yet.