Home > અશ્વૈર્યા મજમુદાર, ગઝલ, રમેશ પારેખ > બંધ પરબીડિયામાંથી – રમેશ પારેખ

બંધ પરબીડિયામાંથી – રમેશ પારેખ

સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: અશ્વૈર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
————————————-
આભાર: લયસ્તરો

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    July 18th, 2008 at 17:50 | #1

    ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ આ શેર
    વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
    સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
    સૌથી ઉત્તમ
    અશ્વૈર્યાની મધુરી ગાયકી
    બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
    બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
    આ શેર વાંચી યાદ આવ્યું અહીં મળેલું બેકટેરીઆનું બંધ પરબીડિયું!

  2. July 18th, 2008 at 18:15 | #2

    શબ્દો સરસ છે.બિજિ કડિ સરસ છે.ટપાલ જેમ ,લોકો બધા અભણ મલે.સરસ છે.

  3. July 18th, 2008 at 18:20 | #3

    શબ્દો સરસ છે.બિજિ કડિ ઘણિ સરસ છે,લોકો અભણ મલે.

  4. July 20th, 2008 at 13:32 | #4

    અહિ ગઝ્લ કારો એ બહુ સ ર સ્

  5. July 20th, 2008 at 20:20 | #5

    I could not type in the font, so The comment in English. Excellent effort, so that all of us can enjoy our poem mother tounge. Big time thank you for the effort.

    Suren

  6. sanjay soni
    July 23rd, 2008 at 04:16 | #6

    Aishwryaben you have excellent voice. Very appropriate with song. Thank you Rankar for
    such a good selection of songs. No doubt my favorite site forever

  7. harshad joshi
    July 23rd, 2008 at 18:25 | #7

    thank rankar, kavi Ramesh Parekh ni saras kavita vanchva mali aabhar,

  8. vipul acharya
    July 29th, 2008 at 08:30 | #8

    It’s owesome.Gujarati is proud of all 3sRamesh Parekh,Aishwarya and Ashit Desai.beutifully sung.

  9. Nayan Pandya
    August 1st, 2008 at 04:36 | #9

    અ!શ્તે ગા યુ

  10. mehul
    April 9th, 2009 at 10:43 | #10

    ખ્ રે ખ્ર ર્.
    ગુજ્ રાતિ ગિત સાભલ્વનિ મઝા આવે .

  11. કૌષીક gandhi
    April 9th, 2009 at 14:58 | #11

    ઉત્તમ ગઝલ, સુદર સ્વ્રરાકન ,મખમલી અવાજ સાભળવા ની મજા પડી

  12. December 22nd, 2009 at 10:39 | #12

    હિઇઇઇઇઇ બહુત ખુબ …..શ્રેશ્થ રચના ચ્હે ને એશે ગાયુ ચ્હે તો મઝા આવિ ગય્ય્ય્ય્….

  1. No trackbacks yet.